અમારા વિશે જાણો

પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

સંસ્થા Reg. ઈ/ ૪૦૫૭ / જામનગર


:: સંસ્થા ના ઉદેશો તથા પ્રવૃતિઓ ::



  •  આ સંસ્થા બાલવાડી, આંગણવાડી, બાલમંદિર, પૂર્વ પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ, ટેકનીકલ શાળા-કોલેજ, ઓદ્યોગિક શિક્ષણ આપતી સંસ્થા-કોલેજ, કોઈપણ પ્રકાર ની તાલીમ સંસ્થા, પુસ્તકાલય, વાંચનાલય તથા પ્રયોગશાળાની સ્થાપના કરશે અને તેનું સંચાલન કરશે. તેમજ વિદ્યાર્થી જગત માટે કુમાર તથા કન્યા છાત્રાલયો, આશ્રમશાળા વગેરે સ્થાપશે, ચલાવશે તથા આવી સંસ્થાઓને આર્થિક રીતે કે અન્ય રીતે મદદરૂપ થશે.

  •  આ સંસ્થા જરૂરીયાતમંદ તથા આર્થિક નબળા વિદ્યાર્થીઓ માટે ફી, સ્કોલરશીપ, ઇનામો,પુસ્તકો, સહાય કે મફત પુસ્તક વિતરણ વગેરે પ્રવુતિઓ કરશે, જરૂરીયામંદ લોકોને આર્થિક સહાય કરશે અને કરાવશે.

  •  આ સંસ્થા આરોગ્યલક્ષી તમામ પ્રવુતિઓ કરશે જેવી કે સારવાર માટે દવાખાના, હોસ્પિટલો, મેડીકલ હોમ, નર્સિંગ હોમ, કલીનિક, ચક્ષુબેંક, કીડની બેંક, બ્લડ બેંક વગેરેની સ્થાપના કરશે, ચલાવશે તેમજ ગરીબ, જરૂરીયાતમંદ લોકોને સુવિધા માટે વિનામૂલ્યે આયુર્વેદિક, એલોપેથીક મેડીકલ સ્ટોર ની સ્થાપના કરશે અને ચલાવશે.

  • આ સંસ્થા બાળકલ્યાણ, નારીકલ્યાણ અને કુટુંબકલ્યાણ અને તેના ઉત્કર્ષ અને સુખાકારી ને લગતી વિવિધ પ્રવૃતિઓ કરશે. તેમજ નિરાધાર કે અસહાય વ્યક્તિ કે સમૂહ ને મદદરૂપ થવા અને તેના પ્રશ્નો નિવારવા અંગેની પ્રવુતિઓ કરશે. જરૂર જણાયે તેને માટે વિવિધ સરકારી કે બિનસરકારી વ્યક્તિ કે સંસ્થા નો સહકાર-સહયોગ લેશે.

  • આ સંસ્થા રાજ્ય અને ભારત સરકાર ની વખતો વખત આવતી વિવિધ યોજનાઓમાં સહભાગી થશે અને તેને માટે જાહેર થયેલ આર્થિક સહયોગ મેળવશે.

  • જમીન સરક્ષણ અને જળસંપતિની યોગ્ય જાળવણી અને ઉપયોગ માટે જળ સ્ત્રાવને લગતી તમામ પ્રવૃતિઓ કરશે. ખેતી અને પશુપાલન અંગે માહિતી, માર્ગદર્શન તેમજ શિક્ષણ પુરૂ પાડતા કેમ્પો, શિબિરો, સેમિનારોનું આયોજન કરશે, ગ્રામ વિકાસ ખેતી તેમજ ખેત મજૂરોના ઉત્કર્ષ માટેના તમામ કર્યો હાથ ધરશે.

  • અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી કે માનવસર્જિત મુશ્કેલીઓના સમયે સેવા | સહાયકારક પ્રવૃતિ કરશે તથા આવા સમયે લોકોને તમામ પ્રકારની મદદ કરશે તથા આવી મદદ કરતી વ્યક્તિ કે સંસ્થા ને મદદ કરશે.

  • દેશ- વિદેશના લોકો ભારતીય પ્રાચીન તથા અર્વાચીન સંસ્કૃતિથી માહિતગાર થાય, તેને જાણી અને સમજી શકે તથા દેશ- વિદેશના લોકોમાં સંસ્કૃતિની આપ-લે થાય તે માટે ધાર્મિક, રાષ્ટ્રીય, મનોરંજન તથા સંસ્કૃતિક પ્રવુતિઓ હાથ ધરશે, આ નિમિતે તહેવારો અને ઉત્સવોની ઉજવણી કરશે. આ અંગેની સ્પર્ધાઓ યોજી વિજેતા થનારને શિલ્ડ, મોમેન્ટો, રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરશે તથા આ આ ક્ષેત્રમાં નામાંકિત વ્યક્તિઓ / સંસ્થાઓનું સન્માન બહુમાન કરશે તેમજે ઉદેશોની પૂર્તિ માટે વિવધ આયોજન કરશે આ માટે જરૂરી ભંડોળ એકઠું કરશે.

  • આ સંસ્થા શહેર તથા ગ્રામીણ મહિલાઓના ઉત્કર્ષ માટે તમામ પ્રવૃતિઓ કરશે. ગરીબ તથા પછાત વિધવા તેમજ જરૂરીયાતમંદ મહિલાઓ સ્વરોજગારી પ્રાપ્ત કરી સમાજમાં સ્વમાનભેર જીવન વ્યતિત કરે તે માટે વિવિધ તાલીમ વર્ગોનું આયોજન કરશે તેમજ સરકારશ્રીની વિવિધ યોજનામાં સહભાગી થઇ મદદરૂપ થશે.

  • આ સંસ્થા જરૂરીયાતમંદ, ગરીબ તથા વૃધ્ધ અને નિરાધાર લોકો માટે અનાથાલયો, વુધ્ધાશ્રમો, બાલાશ્રમોની સ્થાપના કરશે. આ સંસ્થા અન્ન્ક્ષેત્ર, સદાવ્રત છાશકેન્દ્ર, પાણીના પરબો ચલાવશે તથા તેને અનુરૂપ વિવિધ પ્રવૃતિઓ કરશે.

  • આ ટ્રસ્ટના ઉદેશને અનુરૂપ હોય તેવી કોઈપણ લોક ઉપયોગી સેવાકીય લોક ઉત્કર્ષલક્ષી અને લોકકલ્યાણ કાર્ય પ્રવૃતિ કરશે અને કરાવશે.

CONVERSATION

0 comments:

Post a Comment